હવામાનમાં આવશે ફરીથી પલટો, આ તારીખથી શરુ થશે સારો વરસાદ, જાણો આગાહી

 હવામાનમાં આવશે ફરીથી પલટો, આ તારીખથી શરુ થશે સારો વરસાદ, જાણો આગાહી

રાજ્યમાં હાલમાં ચોમાસુ સક્રિય નથી. ભારે વરસાદની પણ કોઈ આગાહી કરવામાં આવી નથી. જો કે, હવામાન વિભાગે સાત દિવસ સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

જો કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે આગામી 26 તારીખથી રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના છે. તેમણે જણાવ્યુ કે ઉપરના લેવલમાં ભેજ ન હોવાથી વરસાદે વિરામ લીધો છે.

16 ઓગસ્ટથી હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. 20 તારીખ પછી ચોમાસાની ધરી નીચે આવ્યા બાદ વરસાદી માહોલ સર્જાશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં હળવાથી સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે. જો કે, ભારે વરસાદની ક્યાંય સંભાવના નથી.

હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ દમણ, દાદરા નગર હવેલી, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, સાબરકાંઠા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દીવ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી શકીએ

આ ઉપરાંત 17 અને 18 ઓગસ્ટના રોજ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની સંભાવના છે. જો કે, આ દિવસોમાં સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના નહિવત છે. ત્યારબાદ 19 અને 20 ઓગસ્ટના રોજ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ અને દમણ તેમજ દાદરા નગરહવેલીમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવના છે.

ipo date price gmp details


Comments

Popular posts from this blog

પોતાનો આવક નો દાખલો *રીન્યુ* કરાવી લેવો | ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ

Kaksha gyarvi by zakir khan full review

કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાત | Kunwar Bai Nu Mameru Yojna