Posts

Showing posts with the label Yojna

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા

Image
 પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા કોને લાભ મળે? • બધા ખેડૂતો જેમાં ભાગિયા/ભાગીદાર અને ગણોત ખેડૂતો જેઓ નિયત વિસ્તારમાં પાક પકવતા હોય. ફરજીયાત ઘટક • બધા ખેડૂતો જેઓ મોસમી ખેતીની કામગીરી (SAO) માટે નાણાકીય સંસ્થાઓ પાસેથી નિયત પાક માટે ધિરાણ મેળવતા એટલે કે ધિરાણી ખેડૂતોને ફરજીયાતપણે આવરી લેવામાં આવે છે. મરજીયાત ઘટક • જેમને ધિરાણ ન લીધું હોય, તેમને માટે આ યોજના મરજીયાત છે. કેટલો લાભ મળે? • આ યોજના મુજબ ચાર પ્રકારે પાક સામે વીમા વળતર મળવા જોગવાઈ છે. અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે 1. ઓછા વરસાદ અથવા પ્રતિકુળ સીઝનને કારણે વાવેતર ન થાય તેવા વિસ્તારને આવરી લેવામાં આવશે. 2. ઉભા પાકોનું નુકશાન (વાવેતરની વાવણી સુધી) દા.ત. દુષ્કાળ, અછત, પૂર, તીડ, કુદરતી આગ, ભૂસ્ખલન, વાવાઝોડું વગેરે ધ્વારા નુકશાન. 3. લણણી (હર્વેસ્ટીંગ) કર્યા પછી નુકશાન, પાકની કાપણીના પછીના વધુમાં વધુ બે સપ્તાહ માટે આ રક્ષણ મળવાપાત્ર છે. દા.ત.વાવાઝોડું, કમોસમી વરસાદ વગેરેથી નુકશાન. 4. સ્થાનિક કુદરતી આકૃતો જ કોઈ નિશ્ચિત...

ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ, ખર્ચના 90 ટકા સહાય, જાણો અરજી કેવી રીતે કરવી ?

Image
ગુજરાત સરકાર દ્વારા રાજ્યનાં પ્રગતિશીલ ખેડૂતોને ખેતીમાં ડ્રોનથી છંટકાવ કરવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે. કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) ના ઉપયોગથી છંટકાવની સેવા જો ખેડૂત ડ્રોન થી કોઇ દવાનો છંટકાવ કરવા માંગે છે તો તેને ગુજરાત સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે છે. ડ્રોન ટેક્નોલોજી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે.  ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ યોજનામાં મળવાપાત્ર સહાય • ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ.૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે. • ખાતાદીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે. અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે • ખેડૂતોનાં દવાનો છંટકાવ ના કામમાં સમય બચાવ થશે. • ડ્રોનથી પાક પર નજર રહેશે. અને જંતુનાશક દવાનો છંટકાવ પણ કરશે. ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ માટે ની અગત્યની તારીખો ➤ફોર્મ શરૂ થવાની તારીખ: 28/07/2022 ➤ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 24/10/2022 ડ્રોન થી જંતુનાશક...