પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા

 પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા

કોને લાભ મળે?

• બધા ખેડૂતો જેમાં ભાગિયા/ભાગીદાર અને ગણોત ખેડૂતો જેઓ નિયત વિસ્તારમાં પાક પકવતા હોય.

ફરજીયાત ઘટક

• બધા ખેડૂતો જેઓ મોસમી ખેતીની કામગીરી (SAO) માટે નાણાકીય સંસ્થાઓ પાસેથી નિયત પાક માટે ધિરાણ મેળવતા એટલે કે ધિરાણી ખેડૂતોને ફરજીયાતપણે આવરી લેવામાં આવે છે.

મરજીયાત ઘટક

• જેમને ધિરાણ ન લીધું હોય, તેમને માટે આ યોજના મરજીયાત છે.

કેટલો લાભ મળે?

• આ યોજના મુજબ ચાર પ્રકારે પાક સામે વીમા વળતર મળવા જોગવાઈ છે.

અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે

1. ઓછા વરસાદ અથવા પ્રતિકુળ સીઝનને કારણે વાવેતર ન થાય તેવા વિસ્તારને આવરી લેવામાં આવશે.

2. ઉભા પાકોનું નુકશાન (વાવેતરની વાવણી સુધી) દા.ત. દુષ્કાળ, અછત, પૂર, તીડ, કુદરતી આગ, ભૂસ્ખલન, વાવાઝોડું વગેરે ધ્વારા નુકશાન.

3. લણણી (હર્વેસ્ટીંગ) કર્યા પછી નુકશાન, પાકની કાપણીના પછીના વધુમાં વધુ બે સપ્તાહ માટે આ રક્ષણ મળવાપાત્ર છે. દા.ત.વાવાઝોડું, કમોસમી વરસાદ વગેરેથી નુકશાન.

4. સ્થાનિક કુદરતી આકૃતો જ કોઈ નિશ્ચિત વિસ્તારોના સ્થાનિક જોખમો દા.ત. કરાવર્ષા, ભૂસ્ખલન, જળપ્રલયથી થતા નુકશાન સામે રક્ષણ.

5. આ યોજનામાં શુદ્ધ, ન્યુક્લિયર જોખમ અને ઇરાદાપૂર્વક (ધ્યેયપૂર્વક) રીતે કરેલ નુકશાનને સામેલ કરવામાં આવ્યા નથી. આ યોજનાને અમલ કરવા માટે રાજ્ય સરકારે નિયત કરીને આ યોજનાને સ્વીકૃત કરવાની રહેશે.

•આ યોજના અંતર્ગત વીમામાં રક્ષણ માટે પ્રિમીયમ સાર નીચે મુજબના રહેશે.

• ખરીફ સીઝન માટે વિમાની રકમના ૨ ટકા, રવિ સીઝન (શિયાળુ પાક) માટે ૧.૫ ટકા અને વાર્ષિક પાકો (રોકડિયા અને બાગાયતી) માટે વિમાની રકમના ૫ ટકા પ્રીમીયમ તરીક આપવાના રહેશે.

• આ વીમા યોજના જે તે સીઝન પુરતી રહેશે. નવા વર્ષમાં નવી સીઝન માટે ફરીથી પ્રીમીયમ ભરી વીમો કરવાનો કરાવવાનો રહેશે.

અરજી ક્યાં કરવી?

• ikhedut portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.


ઓનલાઈન અરજી કરવા લિંક

https://ikhedut.gujarat.gov.in/NAIS/

આ માહિતી ની વિગતો 03/02/2021 મુજમની છે જેને ધ્યાનમાં લેવી.

Comments

Popular posts from this blog

GMC Lab Technician Exam Paper 2025 PDF (10 May) – Question Paper, Answer Key & Analysis

MLT OLD QUESTION PAPER - DMER lab technician 2023 - PART 1

Gandhinagar Municipal Corporation laboratory technician old question paper quiz 10/05/2025