ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ, ખર્ચના 90 ટકા સહાય, જાણો અરજી કેવી રીતે કરવી ?

ગુજરાત સરકાર દ્વારા રાજ્યનાં પ્રગતિશીલ ખેડૂતોને ખેતીમાં ડ્રોનથી છંટકાવ કરવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે. કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) ના ઉપયોગથી છંટકાવની સેવા જો ખેડૂત ડ્રોન થી કોઇ દવાનો છંટકાવ કરવા માંગે છે તો તેને ગુજરાત સરકાર દ્વારા સહાય ચુકવવામાં આવે છે. ડ્રોન ટેક્નોલોજી યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે.


 ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ યોજનામાં મળવાપાત્ર સહાય

• ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ.૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે.


• ખાતાદીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે.

અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે

• ખેડૂતોનાં દવાનો છંટકાવ ના કામમાં સમય બચાવ થશે.

• ડ્રોનથી પાક પર નજર રહેશે. અને જંતુનાશક દવાનો છંટકાવ પણ કરશે.

ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ માટે ની અગત્યની તારીખો

➤ફોર્મ શરૂ થવાની તારીખ: 28/07/2022

➤ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 24/10/2022

ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ માટે ના ડોક્યુમેન્‍ટ

Ikhedut Portal પર ચાલતી ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ માટે સહાય યોજના નો લાભ લેવા માટે Online Arji કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

➤આધાર કાર્ડ

➤બેંકની પાસબુક

➤7/12 અને 8-અ ના દાખલા

➤રેશન કાર્ડ

➤મોબાઈલ નંબર

ડ્રોન થી જંતુનાશક દવાનો છંટકાવ ની અરજી કયા કરવાની રહેશે.

તમે જાતે ઘર બેઠા મોબાઇલ ફોનની મદદથી ઓનલાઇન અરજી કરી શકશો. અથવા ગ્રામ પંચાયત ઓફીસે જઈને VCE મારફત પણ અરજી કરી શકો છો. અરજી પ્રિન્ટ ગ્રામ સેવકને આપી દેવાની રહેશે

Comments

Popular posts from this blog

MLT QUESTION PAPER - BMC 2018 - PART 2

MLT QUESTION PAPER - BMC 2018 - PART 1

MLT QUESTION PAPER - BMC 2018 - PART 3