પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા કોને લાભ મળે? • બધા ખેડૂતો જેમાં ભાગિયા/ભાગીદાર અને ગણોત ખેડૂતો જેઓ નિયત વિસ્તારમાં પાક પકવતા હોય. ફરજીયાત ઘટક • બધા ખેડૂતો જેઓ મોસમી ખેતીની કામગીરી (SAO) માટે નાણાકીય સંસ્થાઓ પાસેથી નિયત પાક માટે ધિરાણ મેળવતા એટલે કે ધિરાણી ખેડૂતોને ફરજીયાતપણે આવરી લેવામાં આવે છે. મરજીયાત ઘટક • જેમને ધિરાણ ન લીધું હોય, તેમને માટે આ યોજના મરજીયાત છે. કેટલો લાભ મળે? • આ યોજના મુજબ ચાર પ્રકારે પાક સામે વીમા વળતર મળવા જોગવાઈ છે. અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે 1. ઓછા વરસાદ અથવા પ્રતિકુળ સીઝનને કારણે વાવેતર ન થાય તેવા વિસ્તારને આવરી લેવામાં આવશે. 2. ઉભા પાકોનું નુકશાન (વાવેતરની વાવણી સુધી) દા.ત. દુષ્કાળ, અછત, પૂર, તીડ, કુદરતી આગ, ભૂસ્ખલન, વાવાઝોડું વગેરે ધ્વારા નુકશાન. 3. લણણી (હર્વેસ્ટીંગ) કર્યા પછી નુકશાન, પાકની કાપણીના પછીના વધુમાં વધુ બે સપ્તાહ માટે આ રક્ષણ મળવાપાત્ર છે. દા.ત.વાવાઝોડું, કમોસમી વરસાદ વગેરેથી નુકશાન. 4. સ્થાનિક કુદરતી આકૃતો જ કોઈ નિશ્ચિત...