ધોરણ 10-12 ડુપ્લીકેટ માર્કશીટ ઘરેબેઠા મેળવો-ઓનલાઈન અરજી કરો

 

ધોરણ 10-12 ડુપ્લીકેટ માર્કશીટ:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા વિદ્યાર્થીઓ ને કોઈપણ ધક્કા ખાધા વગર સરળતાથી ડુપ્લીકેટ માર્કશીટ મળી રહે એ માટે ધોરણ 10 અને 12 ની વર્ષ 1952 થી આજદિન સુધીની તમામ માર્કશીટ ઓનલાઈન મુકવામાં આવેલ છે.વિદ્યાર્થીઓ અથવા વાલીઓ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ ની મુલાકાત લઈને ડુપ્લીકેટ માર્કશીટ માટે ઓનલાઈન અરજી કરી શકશે.


ધોરણ 10-12 ડુપ્લીકેટ માર્કશીટ

GSEB બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની માર્કશીટ ઉપરાંત માઈગ્રેશન સર્ટિફિકેટ અને સમકક્ષતા પ્રમાણપત્ર પણ ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યા છે.વર્ષ દરમિયાન ઘણાબધા વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા માટે ગાંધીનગર ધક્કા ખાવા પડતા હતા તે ધક્કા હવે ઓનલાઈન ડુપ્લીકેટ માર્કશીટ ના કારણે બંદ થઈ ગયા છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા તમામ પ્રમાણપત્રો નું ડીઝીટલાઈશેન કરીને તેને બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યા છે.


ધોરણ 10-12ની ડુપ્લીકેટ માર્કશીટ ઓનલાઈન

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના પ્રમાણપત્રો વર્ષ 1952 થી અને ધોરણ 12ના પ્રમાણપત્રો વર્ષ 1978 થી આજદિન સુધી ઓફલાઇન અને ઓનલાઈન સાચવવામાં આવેલ છે.વિદ્યાર્થીઓ એ પહેલાં ડુપ્લીકેટ માર્કશીટ કે માઈગ્રેશન સર્ટિફિકેટ મેળવવા માટે ફોર્મ ભરીને,શાળાના આચાર્ય પાસે સહી સિક્કા કરાવીને શિક્ષણ બોર્ડની કચેરીએ રૂબરૂ આવવાનું રહેતું,પરંતુ બોર્ડ દ્વારા તમામ માર્કશીટ ઓનલાઈન અપલોડ કરવાના કારણે વિદ્યાર્થીઓ ને આ ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે.


GSEB ધોરણ 10 અને 12ની ડુપ્લીકેટ માર્કશીટ ઓનલાઈન

ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10-12ની તમામ માર્કશીટ ઓનલાઈન www.gsebservice.com વેબસાઈટ ઓનલાઈન મુકવામાં આવી છે.જે પણ વિદ્યાર્થી અથવા વાલીને ડુપ્લીકેટ માર્કશીટની જરૂર હોય તે હવે આ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરીને ઘરેબેઠા મેળવી શકે છે


ધોરણ 10-12 માઈગ્રેશન સર્ટિફિકેટ ઓનલાઈન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની માર્કશીટ ની સાથે માઈગ્રેશન અને સમકક્ષતા સર્ટિફિકેટ પણ ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યા છે.વિદ્યાર્થીઓ ના સમય નો બચાવ અને આર્થિક રીતે પણ નુકસાન ઓછું થાય એ માટે શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આ ડિજિટલ સેવાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.


ધોરણ 10-12 ડુપ્લીકેટ માર્કશીટ ની અરજી ફી કેટલી છે?

ધોરણ 10-12ની ડુપ્લીકેટ માર્કશીટ:રૂ.50/-

માઈગ્રેશન સર્ટિફિકેટ:રૂ.100/-

સમકક્ષતા સર્ટિફિકેટ:રૂ.200/-

પોસ્ટલ ચાર્જ:રૂ.50/-

ધોરણ 10-12 ડુપ્લીકેટ માર્કશીટ એપ્લાય ઓનલાઈન

સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ www.gsebservice.comની મુલાકાત લો.

ત્યારબાદ આપેલ મેનુમાથી Duplicate Marksheet ના ઑપ્સન પર ક્લિક કરો.

જો તમે પહેલીવાર માર્કશીટ માટે અરજી કરી રહ્યા હોય તો Registration Now બટન પર ક્લિક કરો.

રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કર્યા બાદ જે ફોર્મ ખુલશે એમાં તમામ માહિતી એન્ટર કરો અને Register પર ક્લિક કરો.

રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારો મોબાઈલ નંબર/ઈમેલ id અને પાસવર્ડ નાખીને Login પર ક્લિક કરો.

ત્યારબાદ ઓનલાઈન ફી ચૂકવીને તમે ડુપ્લીકેટ માર્કશીટની અરજી કરી શકો છો.

GSEB માઈગ્રેશન સર્ટિફિકેટ ઓનલાઈન અરજી કઈ રીતે કરવી?

સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ www.gsebservice.com ની મુલાકાત લો.

હોમપેજ માં આપેલ મેનુમાથી Migration Certificate પર ક્લિક કરો.

નવા પેજમાં તમે રજીસ્ટ્રેશન કરેલું ન હોય તો સૌ પ્રથમ Registration Now બટન પર ક્લિક કરો અને માંગેલી તમામ માહિતી સચોટ રીતે ભરો.

રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ મોબાઈલ નંબર/ઈમેલ ID અને પાસવર્ડ એન્ટર કરીને LOGIN બટન પર ક્લિક કરો.

લોગીન થઈ ગયા બાદ ઓનલાઈન પેમેન્ટ કરો.

પેમેન્ટ કર્યા બાદ તમારી માઈગ્રેશન સર્ટિફિકેટ માટે અરજી ઓનલાઈન સ્વીકારવામાં આવશે.

ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા માટે અહીં ક્લિક કરો

માઈગ્રેશન સર્ટિફિકેટ મેળવવા અહીં ક્લિક કરો


ગુજરાત બજાર ભાવ


Comments

Popular posts from this blog

તલાટી ની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ

હવામાનમાં આવશે ફરીથી પલટો, આ તારીખથી શરુ થશે સારો વરસાદ, જાણો આગાહી

Interesting Biology Facts