Posts

Showing posts from August, 2022

માત્ર 5,000 રૂપિયાનું રોકાણ કરીને રૂમમાં શરૂ કરો આ બિઝનેસ, 10 ગણી સુધી વધુ કરો કમાણી

Image
 કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકારની ઘણી યોજનાઓ ચાલી રહી છે. આજે આપણે તેમાંની એક એવી મશરૂમ ફાર્મિંગ (mashrum farming) વિશે વાત કરવની છે. તેની શરૂઆત ઘરમાં એક રૂમમાં પણ કરી શકાય છે. 5000 રૂપિયાથી શરૂ કરી શકો છો બિઝનેસ મશરૂમની ખેતી માટે ખાસ તાલીમની જરૂર પડે છે. તમે તેને રૂ.5,000 થી પણ શરૂ કરી શકો છો. છેલ્લા કેટલાક વર્ષોમાં મશરૂમની માંગ પણ વધી છે. આવી સ્થિતિમાં, મશરૂમની ખેતીનો વ્યવસાય ખૂબ નફાકારક બની શકે છે. મશરૂમની ખેતી ઓક્ટોબરથી માર્ચ વચ્ચે કરવામાં આવે છે. મશરૂમ બનાવવા માટે, ઘઉં અથવા ચોખાના ભૂસાને કેટલાક રસાયણો સાથે ભેળવીને કંમ્પોસ્ટ ખાતર તૈયાર કરવામાં આવે છે. ખાતર તૈયાર કરવામાં એક મહિનાનો સમય લાગે છે. આ પછી, મશરૂમના બીજને સખત જગ્યા પર 6-8 ઇંચ જાડા સ્તરને પાથરીને રોપવામાં આવે છે, જેને સ્પાવિંગ પણ કહેવામાં આવે છે. બીજને કંપોસ્ટથી ઢાંકી દેવામાં આવે છે. લગભગ 40-50 દિવસમાં, તમારું મશરૂમ કાપીને વેચવા માટે તૈયાર થઈ જાય છે. મશરૂમ દરરોજ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ થશે. મશરૂમની ખેતી ખુલ્લામાં કરવામાં આવતી નથી, તેના માટે શેડ વિસ્તારની જરૂર પડે છે. જે તમે રૂમમાં પણ કરી શકો છો. નોકરીની સાથે સાથે

તબેલા લોન યોજના ગુજરાત 2022

Image
  Loan For Tabela In Gujarat | લાભાર્થીઓને તબેલા માટેની લોન યોજના દ્વારા રૂ.4 લાખ સુધીનું ધિરાણ મળશે. આજે અમે ખેડુતોની એક યોજના લઈને આવ્યા છે. જે ખેડૂતોને ભેંસો કે ગાયો માટે લોન જોઈએ છે તો આ પોસ્ટ ફ્કત એના માટે જ છે. આ યોજના અંતર્ગત ખેડૂતને મોટી રકમ સરકાર દ્વારા મળે છે. જેનો ઉપયોગ કરી તબેલો બનાવી શકાય છે. યોજનામાં મળવાપાત્ર સહાય લાભાર્થીને રૂપિયા 4 લાખ નું ધિરાણ મળશે. લાભાર્થીઓએ આ ધિરાણ મેળવવા કુલ ધિરાણના 10% પ્રમાણે ફાળો ભરવાનો રહેશે. આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે. જે Tabela Loan Subsidy બરાબર છે. પરત કરવાનો સમય તબેલા માટેની લોન હેઠળ જો લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો 2% દંડનીય રહેશે. આ લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે. આ લોન માટે અરજદાર પાસે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે. તબેલા લોન યોજના ઓનલાઈન અરજી કરો તબેલા લોન યોજનાનુ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે. Animal Husbandry Loan In Gujarat નું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની વિગતવાર માહિતી મેળવીશું. જે માહિતી નીચે મુજબ છે. Gujarat Adijati Vikas Vibhag ની

કસુંબી ની ખેતી

જમીન અને આબોહવા કસુંબીના પાકને ઠંડુ અને સૂકુ હવામાન અનુકૂળ આવે છે. ગુજરાતના ભાલ સહિતના વિસ્તારોની ક્ષારવાળી તેમજ ભારે કાળી જમીનમાં ચોમાસા દરમિયાન સંગ્રહ કરેલ ભેજનો ઉપયોગ કરીને શિયાળામાં કસુંબી પાકનું વાવેતર થાય છે. કસુંબીના છોડના મૂળ જમીનમાં ઊંડે સુધીથી ભેજ તેમજ પોષકતત્વોનો ઉપયોગ કરી શકે છે. આથી આ પાકને ભેજ સંગ્રહ કરી શકે તેવી મધ્યમથી ભારે કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. છીઇરી તેમજ ખૂબ જ હલ્કી જમીન આ પાકને સાનુકૂળ નથી. સામાન્ય રીતે કસુંબી પાકને ઠંડુ અને સૂકુ, હવામાન અનુકૂળ હોવાથી શિયાળાની કતુમાં આ પાક લેવામાં આવે છે. વાવણી સામાન્ય રીતે ગુજરાતમાં કસુંબીના વાવેતર માટે ભીમા, તારા અને એ-1 સહિતની કાંટાવાળી જાતો ખેડૂતોમાં લોકપ્રિય છે. આ જાતોમાં મોલોમશીનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. જો બિન પિયત પાક તરીકે કસુંબીની ખેતી કરવાની હોય તો ચોમાસામાં થયેલ વરસાદનુ પાણી જમીનમાં શોષાઈ ગયા બાદ વરાપ સમયે એટલે કે સપ્ટેમ્બર મહિનાના અંતથી ઓક્ટોબર માસમાં વાવેતર કરવાથી ઉત્પાદન સારુ મેળવી શકાય છે. જો પિયત પાક તરીકે લેવાનો હોય તો નવેમ્બર માસના પ્રથમ અટવાડિયા સુધી વાવેતર કરી શકાય છે. કસુંબીના વાવેતર માટે પ્રતિ હેક્ટર 15