કસુંબી ની ખેતી
જમીન અને આબોહવા
કસુંબીના પાકને ઠંડુ અને સૂકુ હવામાન અનુકૂળ
આવે છે. ગુજરાતના ભાલ સહિતના વિસ્તારોની
ક્ષારવાળી તેમજ ભારે કાળી જમીનમાં ચોમાસા
દરમિયાન સંગ્રહ કરેલ ભેજનો ઉપયોગ કરીને
શિયાળામાં કસુંબી પાકનું વાવેતર થાય છે.
કસુંબીના છોડના મૂળ જમીનમાં ઊંડે સુધીથી ભેજ
તેમજ પોષકતત્વોનો ઉપયોગ કરી શકે છે. આથી
આ પાકને ભેજ સંગ્રહ કરી શકે તેવી મધ્યમથી
ભારે કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. છીઇરી
તેમજ ખૂબ જ હલ્કી જમીન આ પાકને સાનુકૂળ
નથી. સામાન્ય રીતે કસુંબી પાકને ઠંડુ અને સૂકુ,
હવામાન અનુકૂળ હોવાથી શિયાળાની કતુમાં આ
પાક લેવામાં આવે છે.
વાવણી
સામાન્ય રીતે ગુજરાતમાં કસુંબીના વાવેતર માટે
ભીમા, તારા અને એ-1 સહિતની કાંટાવાળી જાતો
ખેડૂતોમાં લોકપ્રિય છે. આ જાતોમાં મોલોમશીનો
ઉપદ્રવ ઓછો જોવા મળે છે. જો બિન પિયત પાક
તરીકે કસુંબીની ખેતી કરવાની હોય તો
ચોમાસામાં થયેલ વરસાદનુ પાણી જમીનમાં
શોષાઈ ગયા બાદ વરાપ સમયે એટલે કે
સપ્ટેમ્બર મહિનાના અંતથી ઓક્ટોબર માસમાં
વાવેતર કરવાથી ઉત્પાદન સારુ મેળવી શકાય
છે. જો પિયત પાક તરીકે લેવાનો હોય તો નવેમ્બર
માસના પ્રથમ અટવાડિયા સુધી વાવેતર કરી
શકાય છે.
કસુંબીના વાવેતર માટે પ્રતિ હેક્ટર 15 કિલો
બિયારણની જરૂર પડે છે. જો મિશ્ર પાક લેવાનો
હોય તો 8 કિલો બિયારણની જરૂર પડે છે.
વાવેતર કરતા પહેલા બીજને 48 કલાક પાણીમાં
પલાળી રાખવાથી ઉગાવો સારો આવે છે.
કસુંબીના બિયારણને વાવતા પહેલા કપ્તાન
દવાનો પટ આપવો. કસુંબીના પાકના વાવેતર
માટે બે હાળ વચ્ચે 45 સેમી અંતર રાખવુ. પાક
20-25 દિવસનો થાય ત્યારે બે છોડ વચ 20
સેમી અંતર જાળવીને વધારાના છોડની પારવણી
કરવી જોઈએ.
ખાતર અને પિયત
કસુંબી પાકના સારા વિકાસ માટે હેક્ટર દીઠ 25
કિલોગ્રામ નાઈટ્રોજન અને 10 કિલોગ્રામ
ફોસ્ફરસ પાકની વાવણી પહેલા જમીનમાં ઊંડે
ઓરીને આપવું જોઈએ.
સામાન્ય રીતે કસુંબીનો પાક બિન પિયત તરીકે,
લેવાય છે. આથી જમીનમાં ભેજનું પ્રમાણ
જળવાઈ રહે એ જરૂરી છે. જમીનમાં ભેજ
જળવાઈ રહે તે માટે પાકમાં 20 અને 40 દિવસે
એમ બે વખત આમતરખેડ કરવી જરૂરી છે. જો
જમીનમાં ભેજની ખેંચ જણાય અને પિયતની
સગવડતા હોય તો પાકની કટોકટી અવસ્થા
એટલે કે દાણાના નિકાસની અવસ્થાએ પિયત
આપવુ ફાયદાકારક છે.
પાક સંરક્ષણ
કસુંબીના પાકમાં મોલોમશીનો ઉપદ્રવ જોવા મળે
છે. જેના નિયંત્રણ માટે ઈમિડાક્લોપ્રિડ અથવા
થાયમિથોક્ઝાન દવાનો ઇંટકાવ કરવો.
ક્સુંબીના પાકમાં પાન ખાનારી ઈયળ અને
ડોડવાની ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે. આ
જીવાતોના નાની અવસ્થમાં નિયંત્રણ માટે 4 ટકા
ક્િવનાલફોસ પાવડરનો છંટકાવ કરવો. ઈયળોનો
ઉપદ્રવ વધારે હોય તો એમામેક્ટીન બેંઝોઈટ
દવાનો છંટકાવ કરવો. કસુંબીના પાકમાં છારાના
રોગમાં નિયંત્રણ માટે ગંધક ભૂકી હેક્ટરે 20
કિલો પ્રમાણે છાંટવી.
કાપણી અને ઉતપાદન
કસુંબીનો પાક અંદાજીત 130થી 135 દિવસે
પાકી જાય છે. પાકની પરિપક્વ અવસ્થાએ બધા
પાન પીળા પડી સુકાવા લાગે છે. આ સમયે
વહેલી સવારના પાકની કાપણી કરવી. કાપણી
કરતી વખતે કાંટા ન વાગે તેનું ખાસ ધ્યાન રાખવુ.
બિન પિયત કસુંબીના પાકનું સરેરાશ ઉત્પાદન
હેક્ટરે 1000 થી 1500 કિલો સુધી આવે છે.
જ્યારે પિયત પાકનું ઉત્પાદન હેક્ટરે 2500થી
3000 કિલો ઉત્માદન મેળવી શકાય છે.
Comments
Post a Comment