દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા : અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે 5 દિવસ ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં સામાન્ય, સૌરાષ્ટ્ર, અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી varsad ni aagahi

 દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા : અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે 5 દિવસ ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં સામાન્ય, સૌરાષ્ટ્ર, અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી

ગુજરાતમાં હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે એ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે.

અરબી સમુદ્રમાંથી ભેજ આવવાના કારણે 5 દિવસ ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ માટે હવામાનની વાત કરીએ તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના છે.

અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે

જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. દરિયાકાંઠના વિસ્તારોમાં પવનની ગતિ 45થી 55 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાને લઈને આવતીકાલથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ભારે પવનથી ઊંચાં મોજાં પણ ઊછળી શકે છે, એટલે લોકોએ દરિયાકિનારે સાવચેતી રાખવી જરૂરી છે.

વલસાડ, તાપી, ડાંગમાં પડી શકે વરસાદ

સૌરાષ્ટ્રમાં પવન સાથે છૂટાછવાયા વરસાદની સંભાવના જોવા મળી રહી છે. બીજી બાજુ, આ આગાહીને પગલે જામનગર, રાજકોટ સહિતનાં શહેરોના વાતાવરણમાં બદલાવ પણ જોવા મળી રહ્યો છે. વધુમાં વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદામાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દાહોદ, પંચમહાલ, ખેડામાં પણ વરસાદી માહોલ જોવા મળશે.

સાબરકાંઠા, પાટણ, જામનગરમાં આગાહી

આણંદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની અને અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠામાં પણ વરસાદ શક્યતા વ્યક્ત કરાઈ છે. અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, રાજકોટ, પોરબંદર, બનાસકાંઠા, સારબકાંઠા, પાટણ, જામનગર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

Comments

Popular posts from this blog

પોતાનો આવક નો દાખલો *રીન્યુ* કરાવી લેવો | ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ

Kaksha gyarvi by zakir khan full review

કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાત | Kunwar Bai Nu Mameru Yojna