ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે વધુ માહિતી અહીંથી જોવો
ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે વધુ માહિતી અહીંથી જોવો
ગુજરાતમાં ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે. આ ત્રણેય કૃષિ પેદાસોના વેચાણ માટે આગામી તા.1 ફેબ્રુઆરીથી નોંધણીની કામગીરી શરૂ થશે.
આ બાદ આગામી તા.10 માર્ચથી આ ત્રણેય કૃષિ પેદાસોની ખરીદીની કામગીરી શરૂ થશે. જે હેઠળ 90 દિવસ સુધી વેચાણ માટે ખેડૂતોને બોલાવવામાં આવશે. એક ખેડૂત પાસેથી પ્રતિ દિન 125 મણ કૃષિ પેદાસની ખરીદી થશે. આ સિઝન માટે ચણા રૂ.1067, તુવેર રૂ.1320 અને રાયડો રૂ.1090 પ્રતિ મણ ટેકાનો ભાવ જાહેર થયેલો છે.
અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે
ખેડૂતો નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે
ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ વિનામૂલ્યે નોંધણી તેના ઇ-ગ્રામ કેન્દ્રો પર વી.સી.ઇ. દ્વારા તા.1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2023 સુધી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે.
ખેડૂતો આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે જે માટે વી.સી.ઇ.ના મહેનતાણાનો ખર્ચ રાજય સરકાર ભોગવશે.
અમારાં વોટ્સએપ ગ્રૂપ માં જોડાવ
*આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.
Comments
Post a Comment