શિયાળુ ડુંગળીની રોગપ્રતિકારક નવી જાત – ગુજરાત જૂનાગઢ લાલ-ડુંગળી-૧૧ (red onion)

 શિયાળુ ડુંગળીની રોગપ્રતિકારક નવી જાત – ગુજરાત જૂનાગઢ લાલ-ડુંગળી-૧૧ (red onion)

ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં રવિ ઋતુ દરમ્યાન ડુંગળી (red onion) ઉગાડતા ખેડૂતો માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના શાકભાજી સંશોધન કેન્દ્ર દ્વારા તાજેતરમાં જ લાલ ડુંગળીની નવી જાત ‘ગુજરાત જૂનાગઢ લાલ-ડુંગળી-૧૧” બહાર પાડવામાં આવેલ છે.


ગુજરાત જૂનાગઢ લાલ ડુંગળી-૧૧ની લાક્ષણિકતાઓ

આ જાત રવિ ઋતુમાં વાવેતર માટે સેોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વિસ્તાર માટે ભલામણ કરવામાં આવેલ છે.

આ જાતનું ઉત્પાદન ૩૨૦ થી ૩૨૫ ક્વિન્ટલ/હેક્ટર મળે છે જે એગ્રી ફાઉન્ડ લાઈટ રેડ, પીળીપત્તી તથા તળાજા લાલ જાત કરતા અનુક્રમે ૨૧.૫૭, ૧૮.૭૧ તથા ૧૫:૪૧ ટકા વધારે છે.

કંદની સરેરાશ લંબાઇ ૩૩ થી ૪ સેમી અને ઘેરાવો ૪ થી ૫ સે.મી. છે. કંદનું સરેરાશ વજન પ૦ થી ૬૦ ગ્રામ હોય છે અને મધ્ય્મ લાલ રંગના થાય છે.

આ જાતમાં મોગરા (બોલ્ટીંગ)નું પ્રમાણ ૨ થી ૩ ટકા અને બેત્તાની સંખ્યા (જોઈન્ટડ બલબ) ૨ થી ૪ ટકા જોવા મળે છે.

આ જાતમાં જાંબલી ધાબાનો રોગ તથા થ્રીપ્સનો ઉપદ્રવ એગ્રીફાઉન્ડ લાઇટ રેડ, પીળીપત્તી તથા તળાજા લાલ જાત કરતા ઓછો જોવા મળેલ છે.

અહીં દેખાતી એડ પર ક્લિક કરો જેનાથી અમને આ વેબસાઇટ અને એપ ચલાવવા મા મદદ મળે અને અમે તમારા સુધી આવી માહિતી પહોંચાડી સકિયે

આ જાત એગ્રીફાઉન્ડ લાઇટ રેડ તથા તળાજા લાલ જાત કરતા અોછી તીખી છે.

શિયાળુ ડુંગળીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ આબોહવા

સામાન્ય રીતે પાકની શરૂઆતની અવસ્થામાં ઠંડુ, ભેજરહિત હવામાન ખૂબ જ માફક આવે છે. પરંતુ કંદ તૈયાર થતી વખતે ગરમ અને સૂકુ હવામાન તથા લાંબા દિવસોની ખાસ જરૂર રહે છે. પાકની અવસ્થા દરમ્યાન ભેજવાળું અને વાદળ છવાયેલું હવામાન રહેવાથી પાકમાં જીવાત તથા રોગનો ઉપદ્રવ વધુ રહે છે.


જમીનો પ્રકાર

ડુંગળીના પાકને પોટાશિતત્ત્વ ધરાવતી મધ્યમ કાળી-ભરભરી જમીન વધુ અનુકૂળ આવે છે. પરંતુ ભારે કાળી, ચીકણી, નબળા નિતારવાળી તથા એસીડીક જમીન આ પાકને વધુ માફક આવતી નથી.


વાવેતર સમય

ધરુ ઉછેર : સપ્ટેમ્બર – ઓક્ટોબર


ફેરરોપણી : નવેમ્બર – ડિસેમ્બર


બીજનો દર

ડુંગળીના એક હેક્ટરના વાવેતર માટે ૮ થી ૧૦ કિ.ગ્રા. બીજની જરૂરિયાત રહે છે.


ધરુ ઉછેર

રવિ ડુંગળીના તંદુરસ્ત, ફેરરોપણી લાયક અને વધારે ધરુ મેળવવા માટે ડુંગળીના ગાદી ક્યારાને ઉનાળે પાણી આપી પછી ૨૫ માઈક્રોન (એલ.એલ.ડી.પી.ઈ.) પ્લાસ્ટિકથી ઢાંકવા. ડુંગળીના બીજને થાયરમ ૭૫ ટકા એસ.ડી.ની ૩ ગ્રામ/કિ.ગ્રા. પ્રમાણે બીજ-માવજત આપી વાવવા, ધરુ ઊગ્યા બાદ ૧૦ દિવસ પછી થાયરમ ૭૫ ટકા વે પા. ૦.૨ ટકા ( ૨૭ ગ્રામ/૧૦ લિટર પાણી) અથવા કાર્બેન્ડાઝીમ પ૦ ટકા વે..પા. O.૧ ટકા (૨૦ ગ્રામ/લિટર પાણી) અથવા ટ્રાઇકોડ્રમા હરજીનીયમ ૦.૫ ટકાના (પ૦ ગ્રામ/૧૦ લિટર પાણી) દ્રાવણથી ૩ લિટર/ચોરસ મીટર પ્રમાણે નિતારવા.


એક હેક્ટરના વાવેતર માટે ૪ થી ૪.૫ ગુંઠા જેટલી જમીન ધરુ ઉછેર માટે પૂરતી છે. આ જમીનમાં બે ટન છાણિયું ખાતર ભેળવી ૩ થી ૪ મીટર લાંબા, ૧ થી ૧.૨૫ મીટર પહોળા અને ૧૫ સે.મી. ઊંચાઈના ગાદી ક્યારા બનાવવા. આ ક્યારામાં ૪ થી પ કિ.ગ્રા. ડી.એ.પી. અને ૩ થી ૪ કિ.ગ્રા. યુરિયા પૂખીને જમીનમાં આપવું. બીજ વાવતા પહેલા એક કિલો બીજ દીઠ ૩ થી ૪ ગ્રામ થાયરમ ૭૫ ટકા એસ.ડી. દવાનો પટ આપવો. ગાદી ક્યારામાં બે હાર વચ્ચે ૭.૫ સે.મી.નું અંતર રાખી વાવેતર કરવું. વાવેતર બાદ ઝારાથી નિયમિત પિયત આપવું તથા નિંદામણ કરતા રહેવું. બીજના ઉગાવા બાદ ૧૫ થી ૨૦ દિવસ પછી ૧૦ કિ.ગ્રા. એમોનિયમ સલફેટ આપવું.


ફેરરોપણી

ધરુ જ્યારે ૬ થી ૭ અઠવાડિયાનું થાય ત્યારે અગાઉથી તૈયાર કરેલ ક્યારામાં ૧૦ X ૧૦ સેમીના અથવા ૧૫ x ૧૦ સે.મી.ના અંતરે ફેરરોપણી કરવી.


ખાતર

ફેરરોપણી પહેલા જમીનમાં હેક્ટરે ૨૦ થી ૨૫ ટન સારું કોહવાયેલું છાણિયું ખાતર આપવું તેમજ હેક્ટરે ૩૭.૫ કિલો નાઈટ્રોજન, ૬૦ કિલો ફોસ્ફરસ તથા પ૦ કિલો પોટાશ તત્ત્વના રૂપમાં પાયાના ખાતર તરીકે આપવું (એટલે કે ૧૩૯ કિ.ગ્રા. ડી.એ.પી., ૩૦ કિ.ગ્રા. યુરિયા અને ૮૬ કિ.ગ્રા. મ્યુરેટ ઓફ પોટાશ આપવું). ત્યાર બાદ પાક જ્યારે એક મહિનાનો થાય ત્યારે હેક્ટરે ૩૭.૫ કિલો નાઈટ્રોજન તત્ત્વના રૂપમાં પૂરક ખાતર આપવું. (એટલે કે ૧૮૮ કિ.ગ્રા. એમોનિયમ સલ્ફટ આપવું). કદનું વધુ ઉત્પાદન મેળવવા માટે ૨૦ કિ.ગ્રા. ગંધક પ્રતિ હેક્ટરે ફોસફો જિસમના રૂપમાં ફેરરોપણી સમયે આપવો અથવા ફેરરોપણી પહેલા ૨૦ થી ૨૫ દિવસ અગાઉ એલીમેન્ટલ સ૯ફરના રૂપમાં આપવો.


ઉપરોક્ત ભલામણ કરેલ રાસાયણીક ખાતર ઉપરાંત ૧૯:૧૯:૧૯ ના.ફો.પો. કિગ્રા પ્રતિ હેક્ટેર ૦.૫% પ્રમાણે ફેરરોપણી બાદ ૩૦, ૪૫ અને ૬૦ દિવસે પાન પર છટકાવ કરવાથી કદનું મહત્તમ ઉત્પાદન મળે છે.


પિયત

ડુંગળીને ફેરરોપણી પછી પહેલું પિયત તરત જ આપવું. ત્યાર બાદ બીજું પિયત ચોથા દિવસે આપવું. જમીનના પ્રકાર અને હવામાનને ધ્યાનમાં રાખી ૮ થી ૧૦ દિવસના અંતરે પિયત આપવા. ડુંગળીના કદના વિકાસના તબક્કાએ પાણીની ખેંચ ન પડે તેની કાળજી રાખવી. સરેરાશ ૧૫ થી ૨૦ પિયતની જરૂરિયાત રહે છે.


આાંતરખેડ અને નિંદામણ

ડુંગળીનું વાવેતર ટૂંકા અંતરે થતું હોવાથી આંતરખેડ શક્ય નથી. પરંતુ ૨ થી ૩ વખત હાથ નિંદામણ કરવું. પરંતુ જ્યાં નિંદામણ ખૂબ જ રહેતું હોય અને મજૂરોની અછત હોય તેવા સંજોગોમાં રાસાયણિક રીતે નિંદામણ નિયંત્રણ અસરકારક રહે છે. આ માટે ફલ્યુક્લોરાલીન ૪૫ ઇસી (બાસાલીન) ૪૦ મીલી દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી ફેરરોપણીના સાત દિવસ પહેલા જમીનમાં છટકાવ કરવો એટલે કે એક હેક્ટરે ૨ લિટર દવા પ૦૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જ્ણાય તો એક માસ બાદ ૧ થી ૨ વખત હાથ નિંદામણ કરવું અથવા પેન્ડીમિથાલીન ૩૦ ટકા ઇસી (સ્ટોમ્પ) ૪૦ મિલી દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી ફેરરોપણીના ૩૬ કલાકમાં જમીનમાં છટકાવ કરવો અને ફેરરોપણી બાદ ૩૦ દિવસે ક્વિઝાલોફોપ ઈથાઈલ ૫ ટકા ઈ.સી. (ટરગા સુપર) ૧૨.૫ થી ૧૭.૫ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છટકાવ કરવો.


પાછલી માવજત

કાંદાની ડુંગળીના પાકમાં મોગરા જોવા મળે એટલે તુરત જ મોગરા ભાંગી નાખવા. મોગરાને કારણે કાંદાની ગુણવત્તા નબળી પડતી હોવાથી અવારનવાર નિયમિત મોગરા ભાંગતા રહેવું.


રોગ

જાંબલી ધબબાનો રોગ (પરપલ બલોચ)

આ રોગમાં પાન ઉપર જાંબલી રંગના ધબા જોવા મળે છે. ધબાની આજુબાજુનો ભાગ સફેદ થઈ જાય છે અને પાન સૂકાઈ જાય છે.


નિયંત્રણ : મેનકોઝેબ ૭૫ ટકા વે..પા. ૦.૨ ટકા ( ૨૭ ગ્રામ/ ૧૦ લિટર પાણી) અથવા કાબનિડેઝીમ પ૦ ટકા વે..પા. ૫ ટકા (૧૦ ગ્રામ/૧૦ લિટર પાણી) ના ૨ થી ૩ છંટકાવ ૧૦-૧૦ દિવસના અંતરે કરવા.


સુકારો

પાન ઉપર કાળા ડાઘ જોવા મળે છે વધારે ઉપદ્રવ થતા પાન સૂકાઈ જાય છે.


નિયંત્રણ : કાબનિડેઝીમ પ૦ ટકા વે..પા. ૫ ટકા (૧૦ ગ્રામ/૧૦ લિટર પાણી) અને હેક્ઝાકોનાઝોલ ૫ ટકા ઇસી ૦.૦૦૮ ટકા (૧૬ મિલી દવા ૧૦ લિટર પાણી) ના ૩ છંટકાવ અથવા થાયોફેનેટ મિથાઇલ ૭૦ ટકા વે.પા. ૦.૦૫ ટકા (૭ ગ્રામ/૧૦ લિટર) અથવા મેન્કોઝેબ ૭૫ ટકા વે.પા. ૦.૨ ટકા (૨૭ ગ્રામ/૧૦ લિટર) ના ચાર છંટકાવ રોગની શરૂઆત થય઼એથી ૧૦ દિવસના અંતરે કરવાની ભલામણ છે.


જીવાત

થીપ્સ

મોટી વયના બચ્ચા અને પુખત કીટકો પાનની ઉપરની સપાટી પર પોતાના મુખાંગથી ઘસરકા પાડી, ઘસરકામાંથી નીકળતા પ્રવાહીને ચૂસી નુકસાન કરે છે. આમ ઘસરકા પાડેલ પાન પરનો ભાગ સુકાતા તે સફેદ ધબ્બાના રૂપમાં જોવા મળે છે. નાની વયના બચ્ચાઓ બે પાનની વચ્ચેના ભાગમાં રહી નુકસાન કરતા હોય છે. નુકસાન પામેલ છોડ કોકડાઈને વાંકોચૂકો બની જાય છે અને અતિ ઉપદ્રવ વખતે છોડ સૂકાઈ જાય છે. છોડની નીચે જમીનમાં કદ બંધાતા નથી તેમજ બિયારણની ડુંગળીમાં ફૂલમાં દાણા પણ બંધાતા નથી. આ જીવાતનો ઉપદ્રવ પાક ઉગાવાના એકાદ મહિનામાં ચાલુ થાય છે પરંતુ ફ્યુઆરી માસની મધ્યથી માર્ચના પ્રથમ પખવાડિયામાં વધારેમાં વધારે ઉપદ્રવ હોય છે.


નિયંત્રણ :

નિયમિત ઊંડી ખેડ કરવી અને પાકની ફેરબદલી કરવી.

થ્રિપ્સનો ઉપદ્રવ ઘટાડવા માટે પાકમાં નિયમિત રીતે પિયત આપતા રહેવું અથવા ફુવારા પિયત પદ્ધતિનો ઉપયોગ કરવો. વધુ પડતા નાઈટ્રોજનયુક્ત ખાતરોનો વપરાશ ટાળવો.

ડુંગળી વાવતી વખતે દાણાદાર જંતુનાશક દવા જેવી કે ફોરેટ ૧૦-જી હેક્ટરે ૧૫ કિ.ગ્રા. અથવા કાબૉફલ્યુરાન ૩-જી હેક્ટરે ૩૩ કિ.ગ્રા. પ્રમાણે ચાસમાં આપવી.

આ જીવાત બહુભોજી હોવાથી શરૂઆતમાં ડુંગળીના ખેતરમાં ઉગી નીકળેલ ઘાસ (ખાસ કરીને કાળિયા ઘાસ) પર તેની વૃદ્ધિ થાય છે તેથી ખેતરને નિંદામણથી મુક્ત રાખવું.

આા જીવાતની કોશેટા અવસ્થા જમીનમાં પસાર થતી હોવાથી જમીનને અવારનવાર ગોડવી તેમજ પાળા પર ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકીનો સમયાંતરે છટકાવ કરવો.

રાસાયણિક નિયંત્રણ : સ્પીનોસેડ ૪પ એસ.સી. ૦.૦૦૯% (૨ મિળો/૧૦ લિટર પાની, ૪૫ ગ્રામ સ.ત. હેક્ટેર) અથવા ક્લોર્ફેનાપાય્ર ૧૦ ઇસી ૦.૦૦૮% (૭.૫ મિલિ/૧૦ લિટર પાણી, ૩૭/૫ ગ્રામ સ.ત. /હેક્ટેર) અથવા ફિપ્રોનીલ ૫ એસ.સી. ૦.૦૦૭% (૧૦ મિલિ/૧૦ લિટર પાણી, ૩૫ ગ્રામ સ.ત./હેક્ટેર) પ્રમાણે બે છંટકાવ કરવા જેમાં પ્રથમ છટકાવ થ્રિપ્સનો ઉપદ્રવ જોવા મળે ત્યારે અને બીજો છટકાવ ત્યાર બાદ દસ દિવસ પછી કરવાની ભલામણ છે. આ કીટનાશક દવાઓના છેલ્લા છટકાવ અને કાપણી વચ્ચેનો સમયગાળો ૩૪ દિવસનો જાળવવો.

જેવિક નિયંત્રણ : બિવેરીયા બાસીયાના ૨ કિ.ગ્રા./હેક્ટર અથવા મેટારીઝીયમ એનીસોપ્લી ૧.૫ કિગ્રા/હેક્ટેર પ્રમાણે બે છટકાવ, પ્રથમ છટકાવ થ્રિપ્સનો ઉપદ્રવ જોવા મળે ત્યારે અને બીજો છટકાવ ત્યાર બાદ દસ દિવસ પછી કરવાની ભલામણ છે.


કાપણી

ડુંગળીના છોડના પાન પીળા પડીને ઉપરની ટોચનો ભાગ ઢળવા માંડે ત્યારે કંદ તેયાર થયા તેમ સમજવું. ત્યારબાદ અઠવાડિયા પછી હાથથી ડુંગળીનાં કદ સહિત છોડ ખેંચી લેવા. ડુંગળી કાઢતી વખતે પાથરા એ રીતે કરવા કે આગળના પાથરના કદ પાછળના પાંદડાથી ઢંકાઈ જાય. આ રીતે ખુલ્લી જગ્યામાં ૧૦ થી ૧૫ દિવસ રાખવા. ત્યારબાદ ૨ થી ૨.૫ સે.મી. ડીંટ રાખી બીટણી કરીને ખુલ્લી જગ્યામાં બનાવેલ છાપરામાં અથવા ઓરડામાં સંગ્રહ કરવો.


ઉત્પાદન

શિયાળુ ડુંગળીમાં ૩૦ થી ૩૫ ટન જેટલું ઉત્પાદન મળે છે.


સંગ્રહ

ચાર મહિનાથી વધુ ડુંગળીનો સંગ્રહ કરવા માટે ફોસડ એરવેન્ટીલેટેડ સ્ટોરેજ સ્ટ્રકચરનો ઉપયોગ કરવો.

*આ આર્ટિકલ સફળ કિસાન પરથી લીધેલ છે.

Comments

Popular posts from this blog

પોતાનો આવક નો દાખલો *રીન્યુ* કરાવી લેવો | ખેડૂતોની નવી લાભાર્થી યાદી જુઓ

Kaksha gyarvi by zakir khan full review

કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાત | Kunwar Bai Nu Mameru Yojna